દેશના માન. રાષ્ટ્રપતિશ્રી ધ્વારા “આયુષ્માન ભવઃ” કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો. એને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેક્ટરશ્રીએ “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે, આરોગ્ય વિભાગની આયુષ્યમાન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં અને ધરો સુધી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે. તા. ૨ ઓક્ટોબરના રોજ આયુષ્યમાન ગ્રામસભા અંતર્ગત ગામમાં લાભ લીધેલ લાભાર્થીના અનુભવ શેર કરી વધુમાં વધુ અને બાકી રહી ગયેલા લાભાર્થીઓ કાર્ડ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરીને જન જાગૃતિ હાથ ધરાશે આ જનજાગૃતિ અભિયાનમાં છેવાડાના માનવી પણ જોડાઇ તે માટે મીડીયાના સહકારની અપેક્ષા કલેકટરશ્રીએ વ્યકત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરાએ ભરૂચ જિલ્લામાં પી.એમ.જે.એ.વાયમાં કાર્યક્રમ અંતર્ગત આજ દિન સુધીમાં કુલ ૧૯૧૩૭૬ જેટલા કુટુંબોને આવરી લેવામાં આવેલ. કુલ પ૬૯પ૦૯ સભ્યોના કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું તા.૧૭/૦૯/૨૦૨૩ થી તા.૨/૧૦/૨૦૨૩ સુધીમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પોનું આયોજન એન.જી.ઓના સહયોગથી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને SDH ખાતે સાફ સફાઈ અને કાયાકલ્પ અંતર્ગત કામગીરી કરાશે. તા.૧૭/૦૯/૨૦૨૩થી તા.૦૨/૧૦/૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન આરોગ્યના કેમ્પો યોજવાના છે. તેમાં ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, હ્રદયરોગ, કેન્સર જેવા રોગોની પ્રાથમિક તપાસ અને સ્ક્રિનિંગની કામગીરી દરેક ગામમાં કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દુલેરા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મુનીરા શુકલા સહિત પ્રિન્ટ તથા ઇલેક્રટોનિક મીડીયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500